❤સ્પર્શી ગઈ❤
થનગનતા આ હૈયાના ધબકારને સ્પર્શી ગઈ,
મનગમતા નયનોમા વસતી કામીની બની ગઈ,
મધુર મંથનના ગળપણ બની જીભે વસી ગઈ,
સૂર સંગમના કર્ણે અતિપ્રિય સૂરમયી બની ગઈ,
આંખ ચાંદને જોવા વળગી નજર સ્પર્શી ગઈ,
શીતળ એની અમીયલ અમીભરેલી હુંફી ગઈ,
એક ભીતરનો અહેસાસ બનીને સ્પર્શી ગઈ,
બની જ્યારથી કે નજરમા નજર ભેળવી ગઈ,
ખુલ્લા મનમા 'વિજ' ને બંધન આપતી ગઈ,
મન મહેકાવી સુગંધ પ્રસરાવતી એ વહી ગઈ,
કુદરતના ખોળાએ જોતા એની તસવીર બની ગઈ,
લીલી પછેડી પાલવની જેમ જોતજોતા રહી ગઈ,
મન ઘેલુ ને ઘેઘુર ઘનગોર બનાવી સ્પર્શી ગઈ,
ચિત્ત નોધારુ ભટકતુ જો એ હલબલાવી ગઈ,
- વિજુ _Vp