Gujarati Quote in Poem by Kavita Gandhi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અમે બરફનાં પંખી રે ભાઈ,
ટહુકે ટહુકે પીગળ્યાં.

લૂમાં તરતો ઘોર ઊનાળો
અમે ઉઘાડે ડિલે,
ઓગળતી કાયાના ટીપાં
કમળપાંદડી ઝીલે,

ખરતા પીંછે પછડાતી
બપ્પોર મૂકીને નીકળ્યા !
અમે બરફનાં પંખી રે ભાઈ,
ટહુકે ટહુકે પીગળ્યાં.

લીલા-સૂકા જંગલ વચ્ચે
કાબરચીતરા રહીએ,
નભમાં ઊડતાં સાંજ પડે તો
સોનલવરણાં થઈએ,

રાત પડે ને ડાળ ઉપરથી
કોયલ થઈને ટહુક્યાં
અમે બરફનાં પંખી રે ભાઈ,
ટહુકે ટહુકે પીગળ્યાં.

Gujarati Poem by Kavita Gandhi : 111242061
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now