હું તને અજવાળામાં પ્રકાશ રૂપે શોધું!
તું મને અંધારા માં ચાંદ રૂપે મળે!.
હું તને વાદળમાં પાણી રૂપે શોધું!
તું મને સૂકા રણ માં શિત હવા રૂપે મળે!..
હું તને વસંત માં ફૂલ રૂપે શોધું!
તું મને પાનખર માં લીલા પાન રૂપે મળે!.
હું તને મેઘઘનુષ ના લાલ રંગ માં શોધું!
તું મને કુદરત નાં બધા જ રંગ માં મળે!..
હું તને ઝરમર વરસાદ માં શોધું!
તું મને શિયાળા ના ઝાકળ-બિંદુ માં મળે!..
ગમે તે રૂપે મને તો બસ તુ જ મળે!..