દોસ્તી તો થાય છે,,
સાત સમય સુધી વહી જાય એ દોસ્તી,
અંજાન કોઈની જાન બની જાય એ દોસ્તી,
ફુલ બની હૃદય નો બગીચો બની જાય એ દોસ્તી,
સહજ નસે નસમા રક્ત જેમ વહી જાય એ દોસ્તી,
કહેતા પહેલા સાનમા સમજી જાય એ દોસ્તી,
પહાડો ની વચ્ચે ગુંજારવનો પડઘો એ દોસ્તી,
જીંદગીના મુખ પર હસમુખા સેયડો એ દોસ્તી,
નિયમ વગરની કેટલાય નિયમો બાંધતી એ દોસ્તી,
સંતતીને પ્રગતીમા ગુંચવાઈને મોટી થતી એ દોસ્તી,
સંગતમા ભળતી ને રંગત જમાવતી એ દોસ્તી,
હક પણ ના હોય ને ફરજ બની બેસતી એ દોસ્તી,
બંદબેસતી એજ નહી જેમતેમ પણ થતી એ દોસ્તી,
ફાવતુ તુ એકલતા તોય પણ જેના વગર ન ફાવે એ દોસ્તી,
આંખોના કાજળ ને નૈણ નો સથવારો એ જ દોસ્તી,
વિજ દરેક પરિસ્થિતિમાં મા સાર્થક બની ઉગારતી દોસ્તી,
મનના વહેણમા એની નાવડી હલેસા હાંકતી એ દોસ્તી,,