?એકલતાનો અહેસાસ?
સંબંધોથી ભરેલા આ જીવનમાં આજે ક્યાંક અેકલતાનો અહેસાસ છે,
સંબંધોને પ્રેમનું નામ આપનારા લોકો માટે જાણે સોશિયલ મીડિયા જ અેનો શ્વાસ છે.
વોટ્સેપમાં મિત્રોની લિસ્ટ તો બોવ લાંબી છે,
પણ હા,
કોઈ પાસે સમય નથી એ વાત પણ સાચી છે.
ખુશી મળતી જ્યારે મળતા હતા લોકો ટોળાઓમાં,
પણ અેકલતાનો અહેસાસ છે આજે મેળાઓમાં.
સોશિયલ મીડિયા પર સતત રહે છે એકટિવ,
પરંતુ જીવનના ખરા સંબંધો તો છે ક્રિએટિવ.
દરરોજ જેને મળીને આનંદ પામતા એ લોકો
ખરેખર! આજે જીવનમાં આપી જાય છે ધોકો.
દોડ મુકી રહ્યા છે જે આજે પૈસા કમાવવા પાછળ,
અને જિંદગી વિતાવી રહ્યા છે જે સંબંધોના નામ આગળ.
અેક દિવસ પણ ન રહી શક્યા મળ્યા વગર,
આજે દિવસોના દિવસો કાઢે છે વાત કર્યા વગર.
?*NIVU JAIN*?