બે ખાસ બહેનપણીઓ...
સાથે બાળપણ વિતાવ્યું સાથે ભણ્યા ને સાથે દિવસો વિતાવ્યા પછી જયારે લગ્નની ઉંમરે આવીને ઉભા રહ્યા ત્યારે તેમને લગ્નો કરવાની ના પાડી દીધી ને નકકી કર્યુ કે અમે જ એકબીજા સાથે લગ્ન પણ કરીશું..બસ આગળ આપ જ વાંચી લેશો...
તમે સૈ જાણતા હશો કે લગ્ન એક છોકરા સાથે એક છોકરીના થાયછે અથવા એક છોકરીના એક છોકરા સાથે થાય...કારણકે બંન્નેની જાતી અલગ અલગ હોયછે...તેથી તેવા લગ્ન સંભવ હોયછે.
પરંતુ તમે એવું તે સાંભળ્યુ છે કોઇ બે છોકરીઓએ બે છોકરાઓ સાથે નહી પરંતું એકબીજા સાથે જ લગ્ન કર્યા હોય!..જી હા આ વાત સાચી છે, રાજસ્થાનના એક ગામમાં આવા જ એક લગ્ન હમણાં ધૂમધામથી લેવાઇ ગયા..
જેમાં વરોને બદલે બે ખાસ બહેનપણીઓ પોતે જ હતી તેમને એકબીજા સાથે જીંદગીભર એકસાથે રહેવાય તે માટે લગ્ન કર્યા છે..મંડપ પણ હતો, બેન્ડવાજા પણ હતા, જાનૈયા પણ હતા, સાથે રાચરચીલું જમવાનું પણ હતું...ખોટ ફકત એક જ હતી તે હતી વરરાજાઓની!
લગ્ન મંડપમાં બે બહેનપણીઓ એક સાથે બે પાટલે લગ્ન કરવા બેઠી હતી.
દરેક વીંધી સમયસર ને રિતરિવાજ મુજબ જ થઇ..
છેલ્લે કન્યાઓનો વિદાય સમારંભ આવ્યો..કોણ કોને ઘેર જાય તે પણ એક સવાલ તે સમયે ઉભો થયો!
પછી શું નકકી થયું!
કદાચ એ બંન્નેને ખબર...
પણ આવા લગ્ન પહેલા ઘણા જ થયા છે ને પછી તેમની જીંદગીમાં કેવા દિવસો આવેછે તે આપણે નથી જાણતા..પણ આવા સમાચાર પહેલા ઘણી વખત મીડીયામાં ચમકેલા છે...
તો શું આવા લગ્ન કરવા ખરેખર એક ગાંડપણ છે કે પછી દોસ્તી પ્યાર મહોબ્બત, એકબીજા માટેની!
પણ એક વાત ચોક્કસ છે કે જયારે એક જ જાતિને વધુ પડતો પ્રેમ ઉભરાતો હોયછે ત્યારે તેઓ બંન્ને કદી જુદા પડવા નથી માગતા માટે તેઓ જીંદગી ભર સાથે રહેવાય તેથી આવા લગ્ન કરતા હોયછે..
બીજુ આની પાછળ કોઇ ખાસ વિશેષ કારણ પણ હોતું નથી...
પણ આથી કંઇક વધુ વિચારો તો, આ લોકોની જીંદગી ખરેખર પાછળથી બરબાદ જ થતી હોયછે...
ફકત તેઓ એકબીજાને પ્રેમ જીંદગીભર કરી શકેછે તેમજ પ્રેમ અનુભવી પણ શકેછે પણ આથી વિશેષ તેઓ કંઇજ કરી શકતા નથી..!
કારણ કે એક પરિવાર ઉભો કરવા માટે બે અલગ જાતીની આવશ્યકતા રહેલી છે...
પણ હાલ વિજ્ઞાન ઘણુ જ આગળ વધેલું છે આમાં અમુકવાર પુરુષની હાજરીની પણ જરુર ઉભી થતી નથી..
આજ સમયે વગર પુરુષે પણ બાળકોને જન્મ સહેલાઇથી આપી શકાયછે...ખેર સમય બદલાયો છે ને બદલાતા સમયમાં આપણને ઘણુંબધું અલગ અલગ પ્રકારનું જાણવા મળતું હોયછે..એજ આપણા માટેની એક મોટી વિશિષ્ટતાછે.
(નીચે આપેલ ફોટો એક કાલ્પનિક છે..)