ચગડોળ શબ્દથી બધા જ પરિચીત હશે..ખાસ તો બાળમંદિર કે શાળાઓમાં નિસરણી, ચગડોળ જેવા રમત ગમત ને ઘડી બેઘડી મસ્તી કરવા કે જરાક આનંદ લેવા માટે કહો પણ આવા રંગબેરંગી સાધનો આજ પણ શહેર કે ગામડાઓની શાળાઓમા જોવા મળતા હોયછે...
ઘણાની હાલત સારી હોયછે ને ઘણાની હાલત તુટેલી ફુટેલી પણ જોવા મળે છે...
કોઇ ચગડોળ નીચેથી ઉપર જતો હોય ને પછી ઉપરથી નીચે આવતો હોય..તો બીજો ચગડોળ ફુદરડી માફક ગોળ ગોળ ફરતો હોય..નાના બેસે ને મોટાય બેસે..આ પણ એક આનંદ લેવાનું જ સાધન હોયછે...
જુના જમાનામાં ધક્કો મારીને ફુદરડી ફેરવવી પડતી હતી તો નાના મોટા ચગડોળ નીચે ઉપર એક નીચે ઉભેલો માણસ પોતાનો હાથ મારીને ઉપર નીચે કરતો હતો..ને હાલ તો બધી જ ઇલેકટ્રીક સીસ્ટમ જ આવી ગઇ..સ્વીચ પાડો એટલે હિંચકો ચાલું, સ્વીચ પાડો એટલે ફુદરડી ચાલું, ને સ્વીચ પાડો એટલે ચકરડી (ઉપર નીચે) ચાલું...આ બધુ ટાઇમિંગ સિસ્ટમ પ્રમાણે હોયછે...કોઇ પાંચ મીનીટ ચાલે તો કોઇ દશ મિનિટ ચાલે...
આજકાલ તો મેળા પણ ઠેર ઠેર લાગતા હોયછે..ત્યારે આવા ચગડોળ અલગ અલગ આકારમાં ને રંગબેરંગી ઝગમગ ઝગમગ લાઇટો સાથે મેળામાં આવનાર લોકોમાં ઘણુ આકર્ષણ કરતા હોયછે...
બેસવા માટે પડાપડી..
ને ધકકાધકકી થતી હોયછે.. કયારે નંબર આવે ને અંદર જટ બેસવાનું મળે!
પરંતું એક વાત લોકો નથી જાણતા કે અંદર બેઠા પછી આપણી સેફટી કેટલી!..
કંઇપણ જાણ્યા વગર બસ આપણે કે આપણા નાના બાળકોને બેસાડવા રાજી થઈ જતા હોઈએ છીએ...
આજે આવા ચગડોળની કોઇ સલામતી હોતી નથી...કોઇ જાળવણી થતી હોતી નથી..સમયે કોઇ જ સર્વિસ થતી હોતી નથી..
કયારેક જીવના જોખમે આપણે આપણો આનંદ લેવો પડેછે...તેની પાછળ આપણી તેમજ આપણા બાળકોની જીદ પણ જવાબદાર હોયછે...
ભારે વજનદાર ચગડોળ, ઇલેકટ્રીકથી જેનુ સંચાલન થતું હોયછે..તેનો કયારેક શો ભરોસો! કે નહી તુટે!
વાયરો પણ ગમેતેમ છુટ્ટા લબડતા હોયછે..જેથી શોર્ટ સર્કીટ થવાનો પણ પુરો ભય હોયછે...આજે પળે પળે દરેક જગ્યાએ આપણો ભય રહેલો હોયછે..કયારેક આપણુ શું થઇ જશે તે આપણે પણ જાણતા
નથી હોતા!
અમદાવાદ કાંકરીયા નજીક આવેલ આવો જ એક રાઇડ ગયા રવિવારે ઉપરથી તુટીને નીચે પડયો..તેમાં બત્રીસ જણ બેઠેલા હતા..આ રાઇડ હવામાં આમતેમ હરતો ફરતો હતો જાણે લોલક ઘડીયાળ... આપણને કોઇ હિંચકા નાખી રહ્યુ હોય તેમ તેનો અનુભવ બધાને થતો હતો...અચાનક આ રાઇડ હવામાં ચારેક વાર આમ તેમ ઉપર ગયો પણ એક વાર ઉપર જઇ રહ્યો હતો ત્યારે તે મુળ જગ્યાએ જતાં પહેલા જ વચ્ચેથી જ તેની કમાણ તુટીને બત્રીસ જણ સાથે ઢડાક કરતો નીચે પડયો..બેઠેલા દરેક જણ ચીસો પાડવા લાગ્યા..
બચાવો..બચાવો..બચાવો
આમાંથી બે જણ તો ત્યા ને ત્યા જ નીચે પડયા પછી મરી ગયા..ઘણા લોકો ઘાયલ થયા ને તેમાંના ઘણા લોકો તો ગંભીર પણ છે...એક જણના તો પેટ સાથે બે પગ જ કપાઇ ગયા..માત્ર તેનુ માથુ ને ધડ જ બાકી રહ્યુ...
કલ્પના કરો કેટલો વજનદાર આ રાઇડ હતો! સાથે આટલા બત્રીસ જણાનું વજન..!
મરણ આંકડો હજી પણ વધી શકેછે...આની તપાસ ચાલું છે..
જાણવા મળે તો ઠીક..
વધુ જાણવા મળ્યુ છે કે આ રાઇટનો એક કરોડનો ઇનસ્યુરન્સ(વિમો) પણ છે..કદાચ આ વિમો પાકશે તો તેના આવેલ પૈસામાંથી (કોન્ટ્રાક્ટર) મરનારને તેમજ ઘાયલ થનારને યોગ્ય રકમ આપશે...જરુર.
અંતે મરણ પામનારને આપણી સૈની હાર્દીક શ્રધ્ધાંજલી...