વાણીના ચાર પ્રકાર ગણાય છે:-
1. વૈખરી
2. મધ્યમા
3. પશ્યંતી
4. પરા...
પરા – અંતરની વાણી – જ્યાં શબ્દો સરી પડે છે તે માત્ર પરમ તત્વની , ભાવ જગતની અનુભૂતિની વાણી ; ચૈત્ય તત્વની પાછળ રહેલ મૂળભૂત અસ્તિત્વની વાણી અથવા નાદ
જે પરમ તત્વ સુધી પહોંચ્યા છે તે કવિઓ કે સંતોના મુખમાંથી જ્યારે પશ્યંતી વાણી પ્રગટે છે; ત્યારે તે પરા વાણીનો પડઘો હોય છે.