અકસ્માત એક એવો શબ્દ છે કે જયારે ઘરમાં કોઇ આ સાંભળે છે કે તમારા છોકરાને એક રોડ ઉપર એકસીડન્ટ થયો છે..
બસ આટલું સાંભળીને તેના માતાપિતા ને ભાઇ બહેન સાથે ઘરમાં રહેતા બીજા બધા જ સભ્યો સૈ કોઇ એક ઘેરી ચિંતામાં આવી જાયછે..ત્યારબાદ તેમના ઉપરા ઉપરી આવા જ સવાલો કંઇક હોયછે...
હે ભગવાન આ શું થઇ ગયું!
હાલ કયાં છે મારો દિકરો!
કેટલું વાગ્યુ છે તેને!
કંઇ બહું વાગ્યુ તો નથી ને!
બસ આમ ને આમ જ ઉપર ઉપરી સવાલો તેના માતાપિતા કરતા જ હોયછે..
પણ જયારે તેમનો લાડકો બહાર જાયછે પોતાની બાઈક લઈને ત્યારે તેઓ કંઈપણ કહેતા નથી કે..
બેટા, બાઇક સાચવીને ચલાવજે
રોડ ક્રોસ કરું તો આજુબાજુ જોજે..માથે હેલ્મેટ પહેરીને જા..
અકસ્માત એક એવી ચીજ છે તે કયારેય કહીને નથી આવતો..
કયારેક આપણી ભૂલને કારણે થતો હોય છે તો કયારેક બીજાની લાપરવાહીથી થતો હોયછે..આપણી ભુલ હોય તો તે આપણો જ વાંક હોયછે ને બીજાના ભુલથી થયો હોય તો આપણા બે ડગલાં નસીબ પાછળ કહી શકાય..
આવો જ એક કિસ્સો કયારેક બનવા પામ્યો હતો કે એક એકસીડન્ટમાં એક છોકરાને બ્રેઇન હેમરેજ થયું હતું ત્યારે તેના દરેક અંગો કામ કરતા બંધ થયા હતા માત્ર ને માત્ર એક અંગ કામ કરતું હતું તે હતું તેનું ધબકતું ર્હદય...ધબ,ધબ,ધબ..
આરબ દેશમાં આવેલા એક યુક્રેન નામના શહેરમાં એક છોકરીને આવા એક ર્હદયની ખાસ જરુર હતી..તાબડતોબ વાત અહીં આવતા આ ર્હદય સહીસલામત ત્યા જલદી પહોંચાડવામાં આવ્યુ ને તરત તેને ર્હદય ટ્રાન્સફર કરતાં તે છોકરીનો જીવ બચી ગયો..આજે તે છોકરીના માતાપિતા ઘણા જ ખુશ છે ને આભાર પણ માને છે કે જેને પોતાની છોકરીને ર્હદય આપીને એક સાચી માનવતા નિભાવી..
છોકરાના માતા પિતાનો ખાસ ર્હદયથી આભાર માનવા તેમને તેના માતાપિતાને ટિકિટ આપીને તેમને ત્યા બોલાવ્યા પછી તેઓ પેલી છોકરીને મળ્યા પણ ખરા ને જોયું તો એમ જ લાગ્યુ કે પોતાનો છોકરો જ હજી આ દુનિયામાં જીવી રહ્યો છે તે પણ એક છોકરીના ર્હદય રુપે...
જરા વિચારો કે છોકરાના માતા પિતાની કેવી હશે એ પળ..તે કહેતો હશે કદાચ પપ્પા મમ્મી આવો હું હજી જીવતો છું..જુઓ મને એક છોકરીના શરીર રુપે...આ એજ મારુ ર્હદય છે જે પહેલા મારા શરીરમાં હતું...