બાંકડો હું ઘણા વષૅ થી અહીં જ છું , ઘણા પ્રેમીઓ ના વચનો નો અને મિલન નો અેક ભાગીદાર , ઘણા ની એકલતા નો સહારો , લોકો ના દુઃખ નો એક જ જાણકાર , પથિક નો સહારો , જીવન માં ઘણુંપ બધુ જોયું છે ,સુખ , દુઃખ , પણ એટલું તો સમજાય ગયું છે કે સમય સૌ કોઈ નો બદલાય છે , પહેલા અહીં જંગલ હતું ,પછી રસ્તો બન્યો , પછી આ મોલ , ઘણો બદલાવ આવી ગયો , ખરેખર પણ , હું તો છું અેમ નો એમ જ છું કયાંક આ લોકો મને પણ ના બદલી દે ,?એનો ડર છે ....