હલેસાં માર, હલેસાં માર
માર માર માર માર હલેસાં
મોજાં ભરપૂર, મોજાં ભરપૂર
મોજાં ભરપૂર જાય કોની મગદુર.
થઈને બહાદુર, થઈને બહાદુર
થઈને બહાદુર માર હલેસાં.
કરે વીજ કડકડાટ
હસો સાથ ખડખડાટ
હોડી જાય સડસડાટ
માર હલેસાં.
જાવું છે દૂર જાવું છે દૂર
ફરકે છે સઢ આજ જાવું છે દૂર.
ભરતી સવાર ભરતી સવાર
મોજાં પર કૂદે જો નાવડી મઝધાર.
કરે વાયુ હુંકાર વાયુ હુંકાર
ચડતું છે જોમ ,એને કરશું પસાર.
બંદર છે દૂર બંદર છે દૂર
ફરતી દેખાતી દિવાદાંડીનું નૂર.
હલેસાં માર હલેસાં માર
માર માર માર માર હલેસાં.
(પહેલી પંક્તિ બાળપણમાં સાંભળેલી કે વાંચેલી. તે પરથી મેં રચેલ જોશ ભર્યું બાળગીત.)
સુનીલ અંજારીયા