આલે..લે ખિસકોલીને પણ ફોટોગ્રાફીનો શોખ જાગ્યો
ફોટો સ્ટોરી - સુરજ નીમાવત
શહેરના ઘોંઘાટ થી દૂર નાના એવા રાજપર ગામના સરોવરની પાળે સૂર્યના પ્રથમ કિરણો ધરતીને જ્યારે સ્પર્શ કરે છે ત્યારે નિર્દોષ પક્ષી- પ્રાણીઓના સ્વરનો રણકાર ગુંજવા લાગે છે ત્યારે તે આહલાદક દ્રશ્યોને બે ઘડી માણી તેની અનુભૂતિ કરીએ એટલે જિંદગીની ખરી વાસ્તવિકતા નજર સમક્ષ આવી જાય છે ના જીવવાની આશા,ના મોતનો ભય, ના પામવાની અપેક્ષા,ના ખોવાનો ડર બસ એકજ લક્ષ્ય કલરવની જિંદગીમાં રણક્યા કરવાનું આવી અદભુત પ્રકૃતિનો આનંદ માણી રહ્યો હતો ત્યારેજ મારી નજર એક ખિસકોલી સામે પડી તળાવની પાળ મહાકાય લીમડાનું એક વૃક્ષ છે તેમાંથી પાકી લીંબોળી જમીન પર વેરાણી હતી પાકેલી લીંબોળી ખાવા માટે ખિસકોલીઓનો ઝગડો ચાલી રહ્યો હતો તે ઝગડાની વચ્ચે કેમેરા સાથે મારી પણ ઉપસ્થિતી હતી મને એમ થયું કે આ ઝગડાને મારા કેમેરામાં કેદ કરવો છે પણ જેવો આ ઝગડાને કેમેરામાં કેદ કરવા ગયો તેમાંથી એક ખિસકોલી મારા સામે બે પગ પર ઉભી થઈ મને અને મારા કેમેરાને જોવા લાગી હું વિચારમાં પડી ગયો કે મારા સાથે તો ઝગડો કરવા નથી માંગતીને પછી યાદ આવ્યું આતો ખિસકોલીને પણ ફોટો પાડવો છે અને જેવો કેમેરો ખિસકોલી તરફ કર્યો કે મસ્ત પોઝ આપ્યો અને એક ઝકકાસ ફોટો મારા કેમેરામાં કેદ થઈ ગયો તમે પણ જુવો કેવો મસ્ત પોઝ આપ્યો આ ખિસકોલીએ!