❣️ચિત્ર પરથી અછાંદસ❣️
સપનામાં એક સપનું જોયું
ઝાડ પર ઉગ્યું'તું એક વાદળું
દેખાતો હતો રૂનો ઢગલો
દૂરથી લાગ્યો ગલ ગોટો
સપનામાં એક સપનું જોયું.
વાદળમાં ચમકશે વિજળી
આકાશ ગંગાનો બીજનો ચંદ્ર
છુપાયો છે એ વાદળ પાછળ
સપનામાં એક સપનું જોયું.
વાદળ પર મારે તરવું એવું
લખું આખું આયખું મારું
મુજ ભીતર છુપાવું વાદળું
એની ઈચ્છા મુજબ જીવવું
સપનામાં એક સપનું જોયું.
પંખીડાનો મીઠો કલરવ
ધરતી બની તરસી,
પ્રેમની છે પ્યાસી
વ્હાલનો વરસાદ ઝરમરિયો
સપનામાં એક સપનું જોયું.
વ્હેતા ઝરણાં,
કાગળની હોડી તરશે
છબછબિયાં કરશું,
હવે ના આપણે ડુબશું !!
-આરતીસોની©રુહાના.!