તું ભલેને રાત દિનની પાળી કર,
હક નથી તે ઓરડાને ખાલી કર.
આ બધાંને છે નશો સુખનો અહીં ,
તું જ તારા આંસુઓની પ્યાલી કર.
જયાં મળે જેવી મળે ક્ષણ જીવી લે,
કોઈ બાળક સમજી વ્હાલી વ્હાલી કર.
ફૂલના આંચલ સુધી પહોંચે ન હાથ,
માળી એવી વાડ તું કાંટાળી કર.
રેતીયા ઘરનો ભરોશો કેટલો?
પાણી પહેલાં આજ સાગર પાળી કર.
રાકેશ સગર, સાગર ....