શું આજ જીવન પ્રવાસ છે?
એટલે જ એ
અનુભૂતિ હૃદયમાં
ઘુંટાયા કરે છે
એક અહેસાસ પ્રભુ
હજી અકબંધ છે..
આકાશ પણ અફાટ રડે છે
વેરાન રણ માફક જીવન
કોરું કટ્ટ વિસામો શોધે.
ભીતર તૃષ્ણાનો અફાટ સમુદ્ર
તોફાને ચડ્યો છે..
શું આજ જીવન છે!?
તું કહેને!
એ શું પ્રસંગ છે જિંદગીના.?
જેમાં આંસુની કીંમત
આંકી જ ન શકાય.?
ભીતરે એક પ્રકાશ ફેલાયો
કૂમળી કૂંપળ આળસ મરડી બેઠી થઈ
કોલાહલ વચ્ચે સ્વયંને
ખુદમાં ફેલાવી બેઠી થઈ..
બસ આ જ જીવન છે..!!
-આરતીસોની©રુહાના.!