21-06-2019
"સિધ્ધિ એને જઇ વળે જે પરસેવે નહાય"
આ કહેવત લખનાર કે કેહનાર વ્યક્તિ નો ઉદેશ્ય ફક્ત એટલો જ હશે કે જો તમે બહુ મહેનત કરો તો સફળ થાવ જ.
હવે આ જ કેહવત ને વિસ્તાર થી સમજીયે અને અનુમાન લગાવીયે કે સાચે જ આવુ થાય ખરુ ? ( કર્મ, ભણતર, અાવડત કે નસીબ ને આ વખતે દુર જ રાખીશુ )
થોડા દિવસ પેહલા જ જ્યારે ગરમી લગભગ 43 ડિગ્રી ની આસપાસ હતી ત્યાર ની વાત છે. ઓફિસ મા બપોરે જમી ને લગભગ 5 મિનિટ વોક કરવા નિકળી પડુ. ગરમી વધારે હતી તો પણ થયુ કે ચલને રોજ ની આદત છે તો આજે પણ જઇ આવુ. થોડી આગળ નિકળતા જ જોયુ તો મારી નજર ગટર લાઇન નુ ખોદકામ કરતા એક મજુર પર પડી. પરસેવા થી નિતરતા શરીર સાથે પણ તે કામ કર્યા કરતો હતો. પછી આ કેહવત યાદ આવી કે "સિધ્ધિ એને જઇ વળે જે પરસેવે નહાય"
પછી વિચારો ની આવક ચાલુ થયી અને પેહલો જ વિચાર આવ્યો કે આ પરસેવા થી ભિંજાયેલા મજુર ને કઇ સિધ્ધિ આવી ને વળગશે ?
આગળ જતા જોયુ તો એક મોટી ઉંમર ના કાકા એક દુકાન ના છાંયળા મા શાકભાજી ની લારી લઈને પેપર થી પોતાને પવન નાખતા જોયા. પાછો એજ સવાલ મન માંથી નીકળ્યો કે આ ઉંમરે આ કાકા કઇ સિધ્ધિ લેવા બેઠા છે?
બસ ઓફિસ પોંહચવા ની તૈયારી હતી ત્યાં મારા ઓફિસ નો એક ભાઇ કાર લઇ ઘરે જમવા માટે નિકળ્યો. પાછો એજ સવાલ મન મા આવ્યો કે આ ભાઇ કઇ સિધ્ધિ માટે ગયો ?
બીજા દિવસે રુટિન મુજબ પાછો બપોરે ચાલવા માટે નિકળ્યો અને મજુર પાસે પોહચ્યો ત્યાં જ અંદર થી હવે "સવાલ નહી પણ જવાબ" આવ્યો કે આ મજુર ને દરરોજ સાંજે રોટલા રુપી સિધ્ધિ મળી રહે એટલા માટે આ અત્યારે પરસેવે નહાય છે. તો પેલા શાકભાજી વાળા કાકા 2 ટાઇમ ના રોટલા ની સાથેસાથે પોતાના ઘર નુ ભરણપોષણ કરી શકે એટલા માટે સિધ્ધિ ની શોધ મા આવા તડકા મા બેઠા છે તો મારા ઓફિસ નો ભાઇ પોતાના પરિવાર ને થોડુ સુખસગવળ વાળુ જીવન આપી શકે એ જ સિધ્ધિ ની શોધ એને હશે.
ટુંકમા એસી મા બેસનાર અને તડકા મા મજુરી કરનાર બન્ને મહેનત તો કરે જ છે પણ કોને કેટલી સિધ્ધિ મળે છે એ પરિણામ તમારી સામે જ છે. સફળ થવા માટે આમ પરસેવો પાડવા ની વાત થોડી ગળે નથી ઉતરતી જે અા કેહવત મા કેહવા મા આવ્યુ છે. ( આપણા છોકરાઓ ની જેમ શુ મજુર ના છોકરાઓ પણ સવારે એમ કેહતા હશે કે પપ્પા આજે આવો તો આ લેતા આવજો ? અમીરો ના છોકરાઓ ને જોતા મજુર ના મન મા કેટલા સવાલો ઉઠતા હશે ? કદાચ આ બધુ સમજવા માટે તો ગરીબ મજુર જ થવુ પડે )
કદાચ આ કેહવત આમ હોવી જોઇએ " સિધ્ધિ એને જઇ વળે જે મેહનત થી કમાય "