એક ઇચ્છાનુ સૌને વળગણ હોય છે
સૌના દિલમાં એક ગમતું જણ હોય છે
એ જ રીતે માછલી વીંધાઇ ગઇ’તી
ચાર આંખો જેમ મળવાની ક્ષણ હોય છે
એક લાચારી છે જે કાયમ ખટકે મને
જીવ સાલો પ્રેમમાં માંગણ હોય છે
કાં બળતરાં હોય અથવાં ઠંડક મળે
આંખમાં કાં રણ,કા તો શ્રાવણ હોય છે
હું જુદાઇમાં વિરહનાં કાવ્યો લખું
જાગરણમાં શબ્દનું તર્પણ હોય છે
ગોધુલી વેળા સમું આંખોમાં વળે
સાંજ પડતાં યાદનુ તારૂં ધણ હોય છે
ઓ “મહોતરમાં” ઘટાડૉ દૂરીનો કર
હસ્ત રેખામાં ધણા તારણ હોય છે.
-નરેશ કે.ડૉડીયા