વગર કહે.. અંધારે
લાગણી છુપાવી ને
પરિવારની સઘળી
ખારાશ સમેટી લે... એ પિતા..
તડકો અને વરસાદ
જોયા વગર કામ કરતાં
આખી એક હથેળીમાં
આકાશ સમેટી લે...એ પિતા..
જ્યારે દિશા વિહીન થઈએ
ત્યારે આંગળી પકડી
સાચાે રસ્તો ચીંધી
માર્ગદર્શન આપે... એ પિતા..
રુહે થી ઉચાટ મનની
તનાવ ભરી
પરિસ્થિતિની
ભીનાશ સમેટી લે... એ પિતા..
આરતી રુહાના 18/6/17
? Happy Father's Day ?