નામ મારું વ્યંગમાં 'મોસમ' લખે છે
સાવ ખુલ્લે ખુલ્લું એ જોખમ લખે છે
આગ ઝરતી એક ઈચ્છાને પલાળી,
કોરાં કાગળ પર કશું મોઘમ લખે છે
રાતભરનાં જાગરણની વાતને લઇ,
રાતરાણી મ્હેકતી ફોરમ લખે છે
મ્હેકતા ફૂલોનું એ અત્તર બનાવી,
ને પછીથી વેલ પર સોડમ લખે છે
ધ્યાન હર પૂનમ ઉપર કર ચંદ્રનું તું,
રોજ શાને ચંદ્રને સોહમ લખે છે ?
પૂર્ણિમા ભટ્ટ