?ચિત્ર પરથી?
કદાચ એક અસંતોષ કે
પછી અન્યાય ભારોભાર
વર્તાય છે.. માથાનો કોઈક
બોજ હળવો કરવાની મથામણમાં
છે એ મા..
નિર્દોષ એ બાળક મળ્યું
એ ખાઈ પેટ ભરવા
તત્પર થયું છે
આખરે એને જીવનથી
સંતોષ છે..
હા.. કેમકે એ બાળક છે.
માની ખામોશી
બાળકની ભૂખ નહીં ભાંગે..
પણ ચોક્કસ એ પોતે
ભૂખી રહીને એનું
પેટ ભરતી હશે..
હા. કેમકે એ એનું બાળક છે.
દિલથી
ક્યારેક એ રડી લે છે
કોમળ હૃદયમાં ઉછરતું
બાહોશ ભવિષ્ય
હા..
એના ભીતરે ભોળપણ
ભારોભાર વિના સંકોચ છે
હા.. કેમકે એ બાળક છે..
માની પ્રેમ કરવાની ક્ષમતા
સહજભાવે વરસે છે..
કેમકે એ એનું બાળક છે..
-આરતીસોની © રુહાના.!