" ...એ હમણાં જ ગયો "
-----------------------------------
એ આવે તો કહી દેજો,
રાહ જોઇ જોઇને તમારી
...એ હમણાં જ ગયો,
ગીત તમારા નામનાં ગાઇ ગાઇને,
...એ હમણાં જ ગયો,
એ આવે તો કહી...
આ સઘળું ઉપવન અને
એમને ગમતાં ફૂલો,
એ આવે તો દેખાડી કહી દેજો,
આપના જ માટે છોડી સઘળું,
...એ હમણાં જ ગયો,
એ આવે તો કહી...
મારા વગરની ઘોર અંધારી રાતમાં
દેખાડી આકાશે કો'
તેજસ્વી તારલો,
એ આવે તો કહી દેજો,
તમારા પ્યારથી આકાશને
રોશન કરવા,
...એ હમણાં ગયો,
એ આવે તો કહી...
આપના પ્યારની દિવાનગી ને
શ્રધ્ધા થકી,
મૃત્યુ પણ થાક્યું હતું
" મુકેશ ".
એ આવે તો કહી દેજો,
મૃત્યુને શર્મીદગી થી બચાવવા,
....એ હમણાં જ ગયો,
એ આવે તો કહી દેજો,
રાહ જોઇ જોઇને તમારી
...એ હમણાં જ ગયો,
ગીત તમારા નામનાં ગાઇ ગાઇને,
...એ હમણાં જ ગયો,
--- મુકેશ મણિયાર.