જીવ મારો તાળવે ચોટ્યો હતો,
પ્રેમનો પ્હેલો પત્ર ખોલ્યો હતો!
દન અષાઢી,મેઘ ગાજ્યો આભલે,
મોર કમખામાં થઈ બોલ્યો હતો!
મૂલ્ય ચુકવી ના શકું હું પ્રેમનું,
લાગણીનાં ત્રાજવે તોળ્યો હતો!
ભાલ પર છે રોશની પૂનમ સમી,
ચાંદનો અજવાસ લઇ ઘોળ્યો હતો!
હાથ લક્ષ્મીનો સદા માથે રહે,
છોડ તુલસીનો ઘરે રોપ્યો હતો!
સ્વાર્થની પાછળ ધરમ ભૂલી ગયો,
નર્કનો રસ્તો સ્વયં શોધ્યો હતો!
✍️ઈશ્વર ચૌધરી' ઉડાન '