ક્યાંથી હવે ભૂલી શકું ? ક્યાંથી મળી શકું ?
હું એકક્ષણ માટે અહીંથી ક્યાં વળી શકું?
કલશોર તું કરતી રહી ઝબકી હું પણ જતો,
હું પણ ભલા કઈ રીત થી પાછો ટળી શકું ?
નાહક ધરા આકાશની ચિંતા તને થતી,
એકાદ ક્ષણમાં શ્વાસ માફક હું ભળી શકું.
આંધી અને તોફાન આવ્યા કૈક વર્ષથી ,
તારો અમલ પીધો ન પાછો સળવળી શકું.
"ભીનાશ"એવી આપણામાં લાગણી ભળી,
ચૈતન્ય શિખરમાં સતત હું ઝળહળી શકું .
-શૈલેષ પંડયા"ભીનાશ"