Gujarati Quote in Poem by Rinku Panchal

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

“પિતા : પહેલું ચીયર્સ દોસ્તો સાથે...love ડ્રોપમાં...”
-અંકિત ત્રિવેદી

દુનિયાના મહાભારત આગળ કૃષ્ણ કહે છે ગીતા
એવા મારા પિતા...

કહ્યા વગર જે શીખવાડે એવો શિક્ષક જેનામાં
એ પિતા મારામાં જીવે, હું જીવું એનામાં

સુખના દિવસો છલકાવવામાં, દુઃખના આંસુ પીતા
એવા મારા પિતા...

હરતો ફરતો અખંડ દીવો, હરતી ફરતી જ્યોતિ
સંઘર્ષોના ભવસાગરમાં સફળતાના મોતી

ધરતી જેવું ધૈર્ય જીવે, માણસના રૂપમાં સીતા...
એવા મારા પિતા..

પપ્પા એટલે ચુપકીદીથી વાંચે કાયમ આંખો
આભથી મોટી ઊડવા માટે આપે સૌને પાંખો

સંબંધોના કાગળ ઉપર જેણે જીવી કવિતા...
એવા મારા પિતા...

પિતા એટલે આકાશ...પિતા એટલે અજવાળું... પિતા એટલે છત્ર...પિતા એટલે ચાલુ કલાસે ભણવામાં મગ્ન હોઈએ ત્યારે પટાવાળો ભણાવતાં શિક્ષકને વાંચવા આપે એવો પરિપત્ર...જેમાં કશું ગોળગોળ ન હોય, સીધેસીધું કામનું અને કરવું જ પડે- એવું હોય! પિતા એટલે જીવનના મહાભારતના કૃષ્ણ...એમની આંખો આપણા જીવાતા શ્વાસની ગીતા છે...એમનું વ્હાલ એમની દાઢી જેવું, આપણને બકી ભરે ત્યારે ચચરતું લાગે! બકી ભરેલા ગાલ ઊપર આપણે હાથ ફેરવીએ ત્યારે સુંવાળું પણ લાગે! પિતા છાંયડો નથી પરંતુ છાંયડા માટે કરી આપેલી જગ્યા છે. એ કશું શિખવાડે નહીં આપણે ઠોકર ખાઈને પડયા હોઈએ ત્યારે બીજી ઠોકરથી કેમ બચવું- એની સમજણ આપે! પિતા ટચસ્ક્રિન મોબાઈલમાં વારેઘડીએ આવતા નોટીફિકેશન જેવા નથી. એ તો ભુલા પડીએ (ગુગલ વગર) ત્યારે ભર અંધારે વિચારોની ટોર્ચ લાઈટથી આપણામાં ઝબકે છે.
ઝરણાંથી લીસ્સો થઈ ગયેલો પથ્થર એમની ઉંમરનો સ્વભાવ છે. એ જીવનના દરિયામાં મરજીવા થઈને ડૂબ્યા છે પણ પોતાને માટે જીવવાનું જ ભુલી ગયા છે. સંતાનો માટે કમાઈને લાવવું અથવા રીટાયર્ડ થયા જેવું જીવન જીવતી વખતે સંતાનોમાં જીવ રેડી દેવો એ જ એમની દિનચર્યા છે. એ ગુસ્સે થાય ત્યારે બરાબર ગુસ્સે પણ નથી થઈ શકતાં, અવાજમાં રડી પડતા એમનું વ્હાલ જ અનુભવાય છે. એ મમ્મીનું માને છે પણ, ઈશ્વરને મનાવે છે. એમનું અજવાળું દિવેલ, ઘી અને કોડિયાનું મહોતાજ નથી. એમના ધૈર્યમાં કૂંપળનો અંધાર લીલોછમ આકાર ધારણ કરે છે. સંતાનોને કશું જ ખરીદવાનું કે દુનિયા સાથે કદમ મિલાવવા માટે એમની જરૂરિયાતો વિશે વાત કરવાની પોતાના પિતા સાથે ઈચ્છા થાય છે એ પહેલાં પોતાના પિતા બહુ આગળનું વિચારે છે. એ સ્કૂલના એડમિશન વખતે દસમા-બારમાનું રિઝલ્ટ ધારીને બેઠા હોય છે! એ લગ્નના દિવસે ઘરમાં જ અલાયદો ઓરડો, સરહદ વગર બનાવીને, અછત અને છત વચ્ચે છત્ર બનીને જીવે છે. એ કશું જ બોલતા નથી. માત્ર વઢે છે અથવા તો પોતાની અકળામણને પોતાનામાં ધરબીને પોતાને ‘આઉટડેટેડ’ કહેવડાવીને મન મનાવે છે...
જિંદગીનો પહેલો શરાબનો ઘૂંટડો દોસ્તો પિતા શિખવાડે છે અને છેલ્લો Love ડ્રોપ પિતા સાથે ચીયર્સ કરવાનો હોય છે, ત્યારે સાંજ ઈશ્વરના ઘરેથી સવારનું અજવાળું લઈને આવે છે...!નશાનો વસવસો અને વસવસાનો નશો જેની આગળ પાણી ભરે છે તે પિતા છે. આકાશને ભેટવા માટે ધરતી પર પગ રાખીને હાથ ફેલાવવા પડે છે...કાગળ આંસુની ધરતી બને એ પહેલાં જેમણે જેમણે વણમાંગ્યું અને વધારે પડતું વ્હાલ કર્યું છે એ સર્વમાં સમાયેલા પિતાને વંદન...

Writter poet AnkitTrivedi

Gujarati Poem by Rinku Panchal : 111197698
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now