વાચા...
ચિત્ર દોરેલા, હવે *વાચા* મળે...
મિત્ર ખોયેલા, મને પાછા મળે..
ખોટ જેવા પણ હતા સંબંધ એ..
જે મળે આગળ મને સાચા મળે...
જાત ઘડનારા હવે મળશે નહીં..
ક્યાંક જો કાંઠા હજુ કાચા મળે...
અંતમાં ઘર એક આરો હોય છે..
બસ હ્રદયમાં આખરે શાતા મળે...
જોઇ લીધા માનવીના મન અમે..
અંતરંગો ક્યાંકથી આછા મળે...
સાપસીડીની રમત છે આ 'જગત'..
બંધ બેસે જ્યાં હવે ખાંચા મળે...
જે. એન. પટેલ (જગત)