આખરે એ દિવસ મારો આવી ગયો,
મને સાથે લઇ જવા યે ફાવી ગયો.
રહ્યો મારાથી કંઇક દૂર જઇને,
મારી મહોબ્બતને અજમાવી ગયો.
રગરગ થી ટૂટીને ટુકડા થઇ,
ભીતર ક્યાક મને છુપાવી ગયો.
લીધા રીસામણા અણગણિત અમે,
લાગણી ના વાયદે યે મનાવી ગયો.
ભૂલ કે ગુનાહ સમજ ક્યા હતી
દીવાની ના એબ યે દફનાવી ગયો.
કિશના દીવાની...
વાસવદત્તા નાયક