જરાક હળવા મૂડની રચના
તારા ઘરની બારી સામે તાકે આખું ગામ
આખે આખા ગામને મોઢે તારું એક જ નામ
તું નીકળે સ્કુલે જાવા એ ક્ષણના કેવા મૂલ
ભૂલી ભ્રમરને તાક્યા કરતાં તને બાગના ફૂલ
નવરાતમાં બધી નજરને એક તું જ દેખાય
ઢોલને તાલે નહી લોક તું જ નેણને તાલે ગાય
ધોબીઘાટે કપડા નહી બસ રૂપ તારું ધોવાય
જલની છાંટે છાંટે આખેઆખું નગર ભીંજાય
તું પરણી એ સાથે આખા ગામને કરડયો નાગ
આજે છે સમશાન કદી જ્યાં હતો એક દી બાગ
ચંદ્રેશ મકવાણા. નારાજ.