?આરતીસોની?
?️?️ઝરુખો?️
પૂતળી જબરદસ્ત દેખાવ કરે છે!
ઝરુખે બેસી ચાળા કરે છે..
પૂતળીએ ઝરુખે કર્યો છે વિસામો
ને વળી સ્વપ્નએ નાખ્યો છે ધામો..
મીઠા સમણાં આંજ્યાં બંધ પાંપણે
ઘેનમાં રહી પ્રણયની મારે છાલકો..
પૂતળી જબરદસ્ત દેખાવ કરે છે!
ઝરુખે બેસી ચાળા કરે છે..
સહુની સામે હસતી રહે..
એકલી પડેને રડતી રહે..
હોઠેથી મૌન રહી
ઝરુખેથી ઈશારા કરે..
પૂતળી જબરદસ્ત દેખાવ કરે છે!
ઝરુખે બેસી ચાળા કરે છે..
ઉપવાસ કરી લથડીયા ના ખાય
પણ આંખો પી ને લથડીયા ખાય..
કાળા વાદળો જ્યાં ઘેરાય ઝરુખે
ભર ઉનાળે બેસે ચોમાસું
કમોસમ ધોધમાર વરસી..
ખારો દરિયો છલકાઈ જાય..
પૂતળી જબરદસ્ત દેખાવ કરે છે!
ઝરુખે બેસી ચાળા કરે છે..
-આરતીસોની©રુહાના.!
અમદાવાદ