મુક્તિ તો ફકત ભ્રમનો સમાનાર્થ રહે છે
તેથી જ હયાતીમાં વિરોધાર્થ રહે છે.
પ્રારબ્ધ સદાચાર ને પરમાર્થની વાતો.
એમાંય કહીં કોઈ છૂપો સ્વાર્થ રહે છે.
આંખોમાં તેનાં સપના રહે ભવ્યતમ સદા.
કે જેના વિચારોમાં પુરુષાર્થ રહે છે.
જીવનમાં ગીતાસાર મળી આવે છે કાયમ
શું મારા મહીં કૃષ્ણ અને પાર્થ રહે છે?
ભગવાન એને પ્રેમથી માણે છે એ 'મહેબુબ'
બાળકની ભોળી વાણી મહીં સાર્થ રહે છે.
મહેબુબ સોનાલિયા