#KAVYOTSAV -2
આપે હદયમાં સ્થાન તો હું દિલ ધરું,
આપે હજારો કષ્ટ તો પણ હું સહન કરું.
આપે જીવનભર સાથ તો હું હાથ ધરું,
જગતના જૂના રીત રિવાજ ને હું દૂર કરું.
તારો પ્રેમ ન મળે તો દુઃખ નહિ સાથ મળે
તો પણ વધી આગળ તને હું સાદ કરું.
ક્યાંય સાંભળ્યું છે કે પ્રેમી મળ્યા ઇતિહાસે,
તો પણ અમર પ્રેમ રાધેક્રિષ્ન હવે યાદ કરું
- પરમાર રોહિણી " રાહી "
-- Parmar Rohini Raahi
માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111166462