English Quote in Poem by Swati Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગમતીલાને તેઓ આપણા માટે શું છે એ ચોક્કસ કહેવું જોઈએ. તમને ખબર છે સમયસર ઉપયોગમાં લેવાતા શબ્દો ટોનિકનું કામ પણ કરી જાણે છે? હજી સુધી ન કહ્યું હોય તો આજે જ કહી દેજો.
------------
તું જ આશ, તું જ શ્વાસ;

ભીતર છતાં તું આસપાસ.

મનનો સમુદ્ર ઊંડો ઘણો,

ઊંડાઈનો ક્યાં કોઈ ક્યાસ?

કદી રાધા હું; કદી કૃષ્ણ તું,

સદીઓથી આપણ રચીએ રાસ.

માગું તને; ચાહું તને,

ક્ષુધા તું ને તું જ પ્યાસ.

તારું જ ગ્રહણ; તને જ અર્પણ,

મુજ આશા, આસ્થા ને વિશ્વાસ.

તું જ આશ, તું જ શ્વાસ; 

ભીતર છતાં તું આસપાસ.

- Swati Joshi.

Read meaning of a few words from the poem at https://swatisjournal.com/tu-you/

#poem #swatisjournal #gujarati

English Poem by Swati Joshi : 111179590
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now