ગઇકાલે સુરતના તક્ષશિલા બિલ્ડીંગમાં લાગેલી આગથી લગભગ ત્રેવીસ સ્ટુડન્ટોના જીવ ચાલ્યા ગયા..
આગ લાગી ત્યાર પછી અડધા કલાકે સુરત ફાયર બ્રિગેડની ગાડીઓ આવી પહોંચી હતી..
પરંતું તે ગાડીઓ આવતા પહેલા તો ઉપરથી કુદીને નીચે પડવાથી ઘણા બાળકોની જીદગીઓ ચાલી ગઇ હતી..
એક તો ફાયર બ્રિગેડ પાસે લાંબી સીડી ના હતી..ગાડીનો પાણી છોડવાનો કોક પણ જલદી ખુલતો ના હતો..ગાડીઓ પણ અડધો કલાક જેટલી માંડી આવી હતી..
ઉપર ચોથા માળેથી બાળકો ગભરાઇને ટપ ટપ નીચે કુદી રહયા હતા..નીચે જોનારાઓની પણ સંખ્યા ઘણીબધી હતી..પણ છતાંય લોકો જોવા સિવાય કંઇપણ કરી ના શકયા..સૈ ફોટા પાડવામાં ને વિડીયો ઉતારવામાં વ્યસ્ત હતા..કારણ કે આમાં તેમના પોતાના કોઇ હતા નહી કદાચ..!
કાશ, કંઇક કરીને આપણે થોડાકની જીદગી બચાવી શકયા હોત તો! કદાચ કોઇનો એકનો એક છોકરો આજે તેના માબાપ સાથે હયાત હોત! અથવા તો કોઇનો લાડકો ભાઇ કદાચ બેનની રક્ષા બાંધવા આજ જીવતો હોત!
આપણે ઘણુંબધું કરી શકત તેમ હતા..પણ આપણને કંઇ પણ કરવાનો જરાય સરખો વિચાર ના આવી શકયો!
પચ્ચાસ માણસનું ટોળું દુર ઉભા રહેવાને બદલે નીચે પડતા છોકરાં તરફ ઉભું રહયું હોત તો ઘણાની જીંદગી બચી શકી હોત..
આજુબાજુ રહેતા લોકોના ઘરમાંથી ગાદલા લઇને નીચે પાથર્યા હોત તો પડયા પછી પણ જરાક તેઓ ઘાયલ થાત પણ તેમની જીંદગી તો બચી ગઇ હોત!
જો આપણે તે સમયે કંઇક કરવું હોત તો તે સમયે ઘણુંબધુ કરી શકત પણ આપણને કંઇ કરવાનો વિચાર સુદ્ધા આવ્યો નહી..કારણ કે આપણે ફકત જોવા માટે જ ઉભા હતા..
જોવાનો તે સમય આપણા માટે બહુજ થોડોક હતો..પણ કોઇને પોતાના સંતાનો ગુમાવ્યાનું આ દર્દ સહન કરવાનો સમય ઘણો જ લાંબો હોયછે જે તેમનાથી જલદી ભુલી શકાય તેમ નથી..
કહેવાય છે કે આપણો ભારત દેશ વિકાસના પંથે જઇ રહયો છે..!!!
દેશમાં ફાયર સેફ્ટી માટે આપણી પાસે પુરતી સગવડ નથી! આગથી નિર્દોષ લોકોના જીવ જાયછે..
શું આ છે સાચા વિકાસની પ્રગતિ!!!