સુરત શહેરના એક મુખ્ય રોડ ઉપર આવેલી ચાર માળની બિલ્ડીંગ નામે તક્ષશિલા..જેના ચોથા માળે અચાનક આગ લાગવાથી ચોથો માળ ભડકે ને ભડકે આજ બળવા લાગ્યો હતો..
આગથી નીકળતો કાળો ધુમાડો ઉપર આકાશને વધું કાળું કરી રહ્યો હતો..
ધુમાડાના ગોટે ગોટા ઉચે આકાશમાં ચઢીને વધારે ને વધારે ઉપર જઇ રહયા હતા..
આગ લાગેલ આ ચોથા માળે કોઇ ટ્યૂશનના કલાસીસ ચાલી રહ્યા હતા..તેમાં ઘણા છોકરા છોકરીઓ આ કલાસરુમમાં પોતાનું ટ્યુશન કરી રહ્યા હતા..
અચાનક તેઓએ આગ લાગેલી જોઇને દરેક કલાસીસ સ્ટુડન્ટ ગભરાઇ ગયા હતા..આગ પણ એ જગ્યાએ લાગી હતી કે જે જગ્યાએ ઉપરથી નીચે ઉતરવાની સીડી હતી..આમ આ લાચાર સ્ટુડન્ટ આગ જોઇને એવા તે ગભરાઈ ગયા હતા કે હવે પોતાનો જીવ કેમ કરીને બચાવવો! જો આવી આગમાં પોતાનો જીવ બચાવવો હોય તો ઉપરથી નીચે રોડ ઉપર કુદી પડ્યા સિવાય તેમની પાસે કોઇ બીજો રસ્તો ના હતો..
કદાચ નીચે પડ્યા પછી પણ જો બચી ગયા તો સારા નસીબ..નહી તો મોત તેમના બે ડગલા જ આગળ હતું..ના ઉપર પણ રહી શકાય તેમ હતું..કારણ કે આગે એવું વિકરાળ રુપ ધારણ કર્યુ હતું કે તેના ઝેરી ધુમાડામાં જ તેમનું મોત તેમને ખેચી જાય તેમ હતું.. અથવા તો તે લાગેલ આગમાં જ પોતાને લપેટી લેશે તેવો તેમને ભય હતો..
પછી તો સૈએ આગથી બચવા ઉપરથી કુદકો મારવો તે જ સૈને યોગ્ય લાગ્યુ..
આમ એક પછી એક ખુલ્લી બારીમાંથી એકબીજાના સહારે ચોથા માળની રોડ પેનલ ઉપર સૈ એક પછી એક ઉતરી આવ્યા..પણ આનાથી વધું હવે નીચેના માળે જવાય તેમ ના હતું..તેથી ઘણા સ્ટુડન્ટોએ વારા ફરતી ચોથા માળેથી એક પછી એક છલાંગ લગાવવા માંડી..
એક..બે..ત્રણ..ચાર..એમ લગભગ વીસથી વધારે ક્લાસીસ સ્ટુડન્ટોએ પોતાનો જીવ બચાવવા માટે ઉપરથી નીચે કુદકા મારવા લાગ્યા..
કુદકો માર્યા સિવાય તેમની પાસે બીજો કોઇ ચાન્સ પણ ના હતો..
જે..જે લોકોએ ઉપરથી નીચે કુદકા માર્યા હતા તેમાંના લગભગ દરેકનો જીવ ચાલ્યો ગયોછે...ને જે લોકો ઘાયલ થઇને કદાચ બચી ગયા હશે તે તો કદાચ વધુ સમય પણ નહી કાઢે...
કારણકે ચોથા માળેથી નીચે ગ્રાઉન્ડ ફલોર ઉપર કુદકો મારવો એ કોઇ નાની સુની વાત નથી..કારણકે તેમાં પણ બચવાના ચાન્સીસ ઘણા ઓછા જ હોયછે...
નીચે ઘણા જ માણસો ઉભા હતા તેમને કોઇએ પકડીને કેમ આ લોકોને બચાવ્યા નહી હોય! તે પણ એક સવાલ ઉભો થયો છે..
આ દ્રશ્ય એટલું ભયંકર હતું કે તે જોઇને બે મીનીટ માટે તો આપણને વરસો પહેલા અમેરિકાનું આતંકવાદીઓથી
આગમાં સપડાયેલું પેલું "વલ્ડ ટ્રેડ સેન્ટર" જરાકવાર માટે યાદ આવી જતુ હતું..તેમાં પણ જે લોકો આગમાં પોતાનો જીવ બચાવવા ઉપરથી નીચે કુદયા હતા તેઓ પણ નીચે પડીને તરત મરી ગયા હતા..પણ એતો દુનીયાની સૈથી ઉચી ઇમારત હતી એટલે કે એકસો ને છવ્વીસ માળની! ને આ સુરતની ઇમારત તો ફકત ચાર માળની જ હતી..આ લોકોને કોઇપણ રીતે બચાવવા ઘણા સહેલા હતા..ભલે જે થયું તે..પણ
આ વાત ઠેક ગાંધીનગર ને દિલ્હી પહોંચી જતાં..મુખ્ય મંત્રી શ્રી રૂપાણી તેમજ નવા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આ આગમાં જે બાળકોએ પોતાનો જીવ ખોયો છે તેમને દિલથી શ્રધ્ધાંજલી આપી છે..ને સાથે સાથે મરણ પામેલ દરેક સ્ટુડન્ટને ગુજરાત સરકાર ચાર ચાર લાખ આપશે તેવી પણ જાહેરાત કરેલી છે..
આપણે પણ આ આગમાં મરણ પામેલ દરેક સ્ટુડન્ટને એક દિલથી શ્રધ્ધાંજલી આપીએ..ને આશા રાખીએ કે આવી ગંભીર ઘટના ફરી કયારેય ને કયાંય પણ ના બને... જય શ્રી રામ.