હમણાં બે દિવસ ઉપર ધોરણ દશ બોર્ડની પરિક્ષાનું પરિણામ જાહેર થયું...
પરિણામ સારું આવ્યુ...ઘણા બાળકો પોતાના પરિણામ જાણ્યા પછી ખુશ થયાછે..કારણકે આ વરસે પરિણામની ટકાવારી સારી રહી કહેવાય..
આમાં બાળકોની વધુ મહેનત પણ છે..પોતાની ફેવરેટ સીરીયલ (તારક મહેતાના ઉલ્ટા ચશ્મા) જોવાની છોડીને તેમની મહેનત ઉપર વધારે ધ્યાન આપ્યુ હતું..તેથી જ તેમને પોતાના સારા પરિણામોની એક ખુશી મળી..આમાં તેમના માતાપિતાનો પણ ફાળો અગણિત હતો..સમયસર તેમના બાળકોને ભણવા માટે બેસાડવા..એ પણ તેમનું એક મોટું કામ ને સાહસ હતું..
ચાલો સૈને એક સરખી ખુશી મળી...ઘણો જ આનંદ થયો.
પણ એક અફસોસછે કે જે બાળકો આ પરીક્ષામાં નાપાસ થયા છે તેઓ તો કદાચ વધું અપસેટ થયા હશે!..કારણકે તેમને આગલા ધોરણમાં આગળ જવાનું ના મળ્યુ..! જે..જે વિષયમાં તેઓ નાપાસ થયા હશે..તેમને ફરી પરીક્ષા આપવાનો વારો આવ્યો હશે..ચાલો વાંધો નહિં..ફરી એક્ઝામ આપીને તે વિષય વધું પાક્કો થશે ને આવેલ માર્ક કરતા તેનાથી વધું માર્ક હવે પછી આવશે..
ઘણા બાળકો આમ સમજી શકેછે..ને જે સમજી શકેછે તેમને કોઇ વાંધો હોતો નથી પરંતું જે બાળકો જરા પણ આમ સમજવા તૈયાર હોતા નથી..તેમને તો આમ સમજાવવા પણ ઘણા કઠીન હોયછે..
હમણાં પરિણામ જાહેર થયાને દિવસે..એક છોકરીએ પોતાના ઘરની સામે આવેલા એપાર્ટમેન્ટના ટેરેસ ઉપર ચઢીને છઠા માળથી આપઘાત કરવા કુદકો માર્યો..
કારણકે તે બે વિષયમાં નાપાસ થઇ હતી...પરંતું તેના નસીબ સારા કે તે ખરેખર બચી ગઇ..ને બચી એટલા માટે ગઇ કે તે એપાર્ટમેન્ટમાં નીચે દુકાનોની લાઇન હતી..એટલે કે દરેક દુકાન ઉપર આગળની સાઇડે તાપને રોકવા લોખંડના પતરાં લગાવેલા હતા..ને આ છોકરીએ ઉપરથી કુદકો માર્યા પછી નીચે પથ્થરના ફ્લોર ઉપર પડવાને બદલે ઉપરના પતરાં ઉપર પડી ને આમ તે મરતાં મરતાં બચી ગઇ..હા તેને પીઠ ને કમરના ભાગે સખ્ત ઇજાઓ થઇછે.. પછી તેને તાત્કાલીક હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી..ચાલો તેનો જીવ તો એકવાર બચી ગયો..
ઇજાઓ તો કાલે સારી થઇ જશે..પરંતું ગયેલો કોઇનો જીવ થોડો પાછો આવવાનો હતો..!
ખરેખર આજનાં છોકરા છોકરીઓ જરાય સમજવા તૈયાર નથી..જે મનમાં આવે તે કોઇપણ વિચાર કર્યા વગર ગમેતેમ પગલું ભરી જ દેતા હોય છે...
પણ જેમ રમત..હાર જીતની એક વસ્તુ છે તેમ પરીક્ષા પણ પાસ નાપાસની એક વસ્તુ છે..
રમતમાં જેમ કોઇ હારે છે..તો કોઇ જીતે છે તેમ પરીક્ષામાં પણ કોઇ પાસ થાય છે તો કોઇ નાપાસ થાયછે...
સમજો..બાળકો..જીંદગી જીવવાનો રસ્તો કયારેક સીધો હોતો નથી, તેમાં પણ કયારેક કપરાં ચઢાણ ચઢવા પડે છે.. પછી જ આપણને એક સારી જીંદગી જોવા મળે છે..તેમ પરીક્ષા પણ એવી જ એક વસ્તુ છે તેમાં પણ પાસ..નાપાસ થઇને જ આગળ વધી શકાય છે ને એક સચોટ ડિગ્રી હાંસલ કરી શકાયછે..આપઘાત એ સફળ જીદગીનો સાચો રસ્તો હોતો નથી..પરંતું એક વધુ મહેનત સાથે સાહસથી જ આગળ વધીને એક સારી જીંદગી જીવી શકાય છે.
જેમ જિંદગીમાં દુ:ખ સુખ પણ હોયછે, રમતમાં હારજીત પણ હોયછે તેમ પરીક્ષામાં પણ પાસ નાપાસ હોયછે..તેથી હિંમત હારવાની જરુર નથી..પરંતું વધું એક મહેનત કરો..કદાચ પરિણામ તમારુ વધું એક સારુ આવી શકે છે.