લકવો..શબ્દથી સૈ પરિચીત હશો..જેને લકવો થયો હોય છે તેને જીવન જીવવામાં ઘણી તકલીફ પડતી હોયછે.. કારણકે લકવો એ શરીરના કોઇપણ અંગમાં થઇ શકેછે...
હાથે..પગે..મોંઢે...શરીરના અડધા અંગમાં અથવા શરીરના દરેક અંગમાં લકવો પડી શકેછે..આ બિમારી કોઇ પણ ઉંમર વાળી વ્યકતીને થઇ શકેછે...
લકવો કેમ ને કેવી રીતે થાયછે તેની પાછળ એક ખાસ વિજ્ઞાન હોયછે..જેની ચર્ચા પછી કરીશું..
જેને પણ લકવો થયો હોયછે તેને બીજાના સહારે જીવન જીવવું પડે છે.. કારણ કે પોતે ચાલવામાં કે બોલવામાં લાચાર બની જતો હોયછે..
ના જાતે ચાલી શકેછે કે ના પોતે કોઇ પણ વસ્તુ પકડી શકેછે..કયારેક તેને લાકડીનો સહારો લેવો પડે છે તો કયારેક કોઇ વ્યકતી સાથે ખભે ખભો રાખીને ચાલવું પડે છે..
આ બિમારી મટી શકેછે પણ તેને મટી જતાં ઘણો સમય લાગે છે..ને જયારે મટેછે તો પણ પુરી રીતે મટી શકતી નથી, પરંતુ અમુક ટકા બિમારી કાયમ માટે તેને જીંદગી સુધી રહી જાયછે..
આ બિમારી મટાડવા માટે માણસ દુનીયાની દરેક હોસ્પીટલમાં ચક્કર મારીને છેવટે તે થાકી જાય છે કારણકે તેને થયેલો લકવો જલદી ને કાયમ માટે મટી શકતો નથી..કયારેક તે સહન નહિ કરી શકવાને લીધે તેને જીંદગી ટુંકાવી નાખવાના વિચારો પણ તેના મગજમાં દોડતા થાયછે..
પરંતું જાણવા મળ્યું છે કે રાજસ્થાન રાજયમાં નાગોર નામના ગામમાં એક બુટાટી ધામ (ચતુરદાસ સંતનો આશ્રમ) આવેલુંછે ત્યાં ભારતભરના આવા લકવાગ્રસ્ત દર્દીઓ જતા હોયછે..
એક આશા લઇને..એક શ્રદ્ધા લઇને..બસ ફકત ત્યાં પાંચ દિવસ તમારે રહેવું પડે..
પહેલા ત્યાં જઈને ચતુરદાસ સંતની એક સમાધીછે તેને પગે લાગીને તેમની સમાધીના પાંચ ફેરા ફરવાના હોયછે..ત્યાર બાદ બાજુંમાં આવેલ શંકરભગવાનનું એક મંદિરમાં દર્શન કરીને બાજુમાં એક જયોત સળગતી હોયછે તે જયોતની રાખ જેને એક તેલમાં ઓગાળીને લકવાગ્રસ્ત દર્દીને સળંગ પાંચ દિવસ તે બિમારી ઉપર માલીસ કરવાની હોયછે..જો તમારા મનની સાચી શ્રદ્ધા હોય ને એક સાચો વિશ્વાસ હોય તો તમારો લકવો મટી શકેછે..
અહિં મુંગા બોલતા થાયછે..ને અપંગ ચાલતા થાયછે..ને બહેરા સાંભળતા થાયછે..પરંતું આ બિમારીમાં જો લકવાની અસર હોય તો..જ
(કહેવાય છે કે ઘણા વરસો પહેલા આ ચતુરદાસ સંતે અહિં મહાદેવ શિવની તપસ્યા કરી હતી..ને તે તેમની તપસ્યાના ભાગ રુપે અહિ ભગવાન શિવનો કોઇ દુત રહીને આ ચમત્કાર કરેછે..)
અહિં વ્હીલચેરમાં આવેલા લોકો આ દવા કર્યા પછી પોતાના પગે ચાલતા થઇને હસતા હસતા પોતાને ઘેર જાયછે..
તો અહીં ઘણા લોકો મહીનાઓથી પડ્યા પાથર્યા રહેછે છતાંય તેમને કોઇ ફરક પડતો નથી..એવું કેમ હોયછે..! કદાચ તેમની શ્રદ્ધામાં કોઇ કમી રહેતી હોવી જોઇએ..
કોઇ પણ કામ કે કોઇ પણ દર્દ શ્રદ્ધા વગર સફળ થતું નથી કે મટી જતું નથી..તે સૈએ યાદ રાખવું જોઇએ..
લકવો થવાના કારણો ઘણા હોયછે પરંતું મુખ્ય બે કારણો વધું અસર કારક હોય છે એક કે તમને બ્લડપ્રેસરની બિમારી હોય..જે પ્લસ માઇન્સ થતું હોય..અથવા બીજુ તમને વધું બોજ..ચિંતા..વ્યાધિ મગજમાં રહેતી હોય..
માટે શરીરને હમેશાં કામ કરતું રાખો..મનને સદાય આનંદમય રાખો..બેઠાડુ જીવનને બદલો..ચાલવાનું રાખો..સ્વચ્છ ને ચોખ્ખુ જમો..
પછી તો કોઇ બિમારીની તાકાત છે કે શરીરમાં દાખલ થઇને કોઇ હુમલો કરે..! No way..