English Quote in Poem by Krupali Naik

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#KAVYOTSAV -2
આકાશ ને જોયું
મન ની બધી બારીઓ ખુલ્લી મુકીને
મેં આજે આકાશ ને જોયું

અંતર નો ઘુંઘવટ બાજુએ મૂકીને
મેં આજે આકાશ ને જોયું

ગમા અણગમા, ઈચ્છા અનિચ્છા નો વિખવાદ બાજુએ મૂકીને
મેં આજે આકાશ ને જોયું

અંતર ની ઊર્મિઓ હાથ માં ઝાલી
મેં આજે આકાશ ને જોયું

વીતી ગયેલી યાદો થી ભરેલા હૃદય થી
મેં આજે આકાશ ને જોયું

આવતીકાલ ના શમણાંઓ થી ભરેલી આંખ થી
મેં આજે આકાશ ને જોયું

હું કોણ છું, આ સૃષ્ટિમાં મારું અસતિત્વ શું છે...
એ રહસ્ય કદી ખુલશે કે ......એ ઉદ્દગાર સાથે.
મેં આજે આકાશ ને જોયું.

English Poem by Krupali Naik : 111166692
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now