પ્રભુ તું જગાડે મને આમ તો રોજ છે,
છતાં હું જાગૃત નથી થઈ રહ્યો કદાચ
કૈંક વિડંબણાઓ ગૂંચવાતી રે મનમાં
જાણે મને મારી ઓળખની ખોજ છે..!
પ્રભુ તું જગાડે મને ...
જોઈ મેં તુજ ધામમાં જનમેદની રોજ છે
છતાં માનવમાં માનવતાની પડતી ખોટ છે
તેં તો અવતાર ધરી માનવ થઈ બતાવ્યું,
પામર હજુ તને મંદિરોમાં શોધે દરરોજ છે
પ્રભુ તું જગાડે મને ...
આશા તૃષ્ણાઓની લાગે ભરતી ઓટ છે
મોહ માયાના આ બંધનોમાં ખૂબ જોર છે
માનવ માનવથી આ ભીડમાં ભાસે એકલો
જાણે માનવ માનવથી બળતો સરખો જ છે
પ્રભુ તું જગાડે મને ...
વંચાતા વેદો ને કથામૃત અહિં દરરોજ છે
ભિતરનો એ અવાજ રુંધાવાની ખોટ છે
કર્મે ન જાગૃત એની’ય પ્રાર્થના સચોટ છે
થવા માનવ પ્રાર્થું, જગાડજે આમ જ મુને
પ્રભુ તું જગાડે મને ...
થયો જ્યારે તુજ કૃપાએ અંતરમાં વિસ્ફોટ
થયો ખલેલ મનમાં કે આ તે કેવો ઘટસ્ફોટ
કો’ વિરલો જ થાય જાગૃત જગમાં હે ઈશ
અંતે લખ ચોર્યાશી ફરવા ચિલ્લો રહ્યો જ છે
પ્રભુ તું જગાડે મને ...