વતન કબ આઓગે ?? લીખો કબ આઓગે ??પૂછા હે ગાંવ કી ગલીઓ ને ..
શા માટે આપણે વતન તરફ ઓરમાયું વર્તન કરી રહ્યા છીએ ??
શા માટે જન્મભૂમિ તરફ જવાનું આપણે ટાળી રહ્યા છીએ ?
જે ભૂમિ માં આપણે જન્મ્યા એનું ઋણ ચુકવવાને બદલે વેરાન બનાવવામાં સહાયક તો નથી બની રહયા ને ??
જન્મતા જ જે પ્રભુજી ના દર્શન પૂજા કરી આપણે ભાગ્યશાળી બન્યા
એના પુણ્ય પ્રભાવે જ આપણે સમૃદ્ધ બન્યા આજે એ પ્રભુજીના જિનાલયો પૂજારી ના ભરોસે સોંપી દીધા
કરોડોના ખર્ચે બનેલા સ્થાપત્યો ,જિનાલયો .ગુરુમંદિરો આપણી લાપરવાહીના કારણે આશાતનાનો ભોગ બની રહ્યા છે
આપણી કમાણી નો હિસ્સો શું હોટેલો અને રિસોર્ટો માટે છે ?
છોકરાઓ ના સ્કૂલ કોલેજ અને વૈભવી વિલાસો પાછળ લખલૂટ ખરચી ને વતન ના જિનાલયો તથા ગ્રામજનો માટે અને એ વતનની મિટ્ટી માટે નું આપણું ઉત્તરદાયિત્વ ચુકી તો નથી રહ્યા ને ?
તો ચાલો આપણે કમસેકમ મહિનામાં એક વખત આપણા વતન જઈએ
ગામડામાં વિચરતા ગુરુભગવંતો ને આપણા વતનમાં પધરાવી..પ્રભુ ભક્તિના અનુષ્ઠાનો ગોઠવી ગામડાને જીવંત કરીયે
જિનાલય ની વરસગાંઠના દિવસે સંપૂર્ણ પરિવાર સાથે જઈએ
સંપન્ન પરિવારો વરસમાં ઓછામાં ઓછો એક પ્રસંગ વતનમાં કરી ને મિટ્ટી ના ઋણ ને અદા કરે
દરેક પરિવાર પોતાના પરિવારનો ઓછામાં ઓછો એક પ્રસંગ વતનમાં જ કરવાનો આગ્રહ રાખે
વતનનું ઋણ અદા કરવા પરિવાર સાથે વેકેશન ગાળવા આવો અને નવી પેઢી ને વતન નો પરિચય આપો
લિ ....તમારી જન્મભૂમિ (ગામડું )
એક દોડ વતન ભણી