સફળ છું સહસિક છું સાલસા ને સારી છું
ભુલે ચૂકે મને ના કહેતા હું " બિચારી " છું
મુલાકાત કરો જો પ્રેમ થી તો બવ પ્રેમાળ છું
પરંતુ જો હુમલો કરો તો હું " શિકારી "છું
સળગતા ચુલા થી લઈ ચમકતાચાંદ સુધી ના
જગત આખા ને લઈ ને દોડનારી આજ ની હું " નારી " છું
નહીં સમજી શકે કયારેય આ 21 મી સદી મુજને
હું 22 મી સદી ના સપના લઈ " જીવનારી " છું
વિચારુ છું હું ચા ના કપ થી લઇ ચાઈના સુધી
હતી હું બંધ દરવાજે હવે હું ખુલી " બારી " છું
બધા વાહનો ચલાવુ છું એ સામાન્ય બાબત છે
ચલાવી શકું છું હું આખુ રાજ હું " રાજધારી " છું
ધણા ચુંથે છે સમજી છે કે સ્ત્રી કેવલ એક પથારી છે
અડીખમ ઊભી છું તોયે હું " હિંમત " કયાં હારી છું
જીવન ની દરેક પ્રવૃતિ માં એકધારી છું
છતા પરીવાર ની સાથે રહેનારી હું એક "નારી " છું
નવુ નકોર જગત સાથેસજૅન કરવા માટે
શુભેસ્છા સવૅ ને પાઠવતી હું " ગુજરાત " ની નારી છું
સમજતા નહી મને કે હું કાયર...કમજોર છું
સંસ્કારો થી બંધાયેલી હું "ગુજરાતણ " છું
ભુલે ચુકે કહેતા નહી નારી તુ " બિચારી" છું
?