મિત્ર!
બઉ સુંદર સંબંધ,
મિત્રતા ની વાતો, યાદો અને એ સમય .....સમય જતાં ભૂસાતો જાય છે .... કવિતા બની ને રજૂ થઈ ગયેલા એ વિચારો ....
મળવાનું ના કારણ કોઈ,હવે એક મેક ની પાસે,
પણ!આવ્યા જો એ આજે,મળતા મુજને જાસે,
મળતા જ્યારે વગર કોઈ વાત,
ના કોઈ મુદ્દો ,ના યોગ્ય રજૂઆત,
તો પણ!, કોણ જાણે કેમ સૌ?
ભૂલતા ત્યારે એકમેક ની જાત,
નથી કોઈના જીવનમાં હવે, સમય મિત્રતા માટે,
પણ!આવ્યા જો એ આજે, મળતા મુજને જાસે.
મળવાની તો ઈચ્છા રોજ છે,
પણ!જવાબદારી નો બોજ છે,
કરવી તો બધાનેય મોજ છે,
પણ હાલ નોકરીની ખોજ છે
સમજાવે સૌ એકબીજાને,બઉ મળવાનું ના છાજે
છતાં!આવ્યા જો એ આજે,મળતા મુજને જાસે
વાહ!મળવાના વિકલ્પ શોધાયા,
એમાં પણ સોશ્યલ ગ્રૂપ આયા,
લીધા બઉ ઇમોજી ના સહારા,
સાચી લાગણીના તાર કપાયા,
જાણે 'અંશુ' નથી રીત આ,દોસ્તી જાળવવા કાજે
પણ મળવાનું ના કારણ કોઈ,હવે એક મેક ની પાસે
છતાં!આવ્યા જો એ આજે ,મળતા મુજને જાસે
---------------અંશુમન