40 વર્ષ પછી નું ચંચળ મન-:
40 પછી ફરીથી મન ચંચળ બનવા પ્રયત્ન કરે છે....ક્યાયક ફરીથી અધૂરી જુવાની ની ડાખળી પાંગરવા પ્રયત્ન કરે છે...આથમી રહેલી જુવાની ફરીથી મેકઅપ માં વધુ જુવાન બનવા નો પ્રયત્ન કરે છે ...કુટુંબ ની જવાબદારી...બાળકો ની પરવરીશ...સમાજ ના નિયમો...કુટુંબ ની માથાકૂટો...આ બધા માં ક્યાંક આપણાં પ્રેમ નું અધૂરા પણું આપડી ચુગલી કરતું હોય છે અને આપડને ફરીથી નવયુવાન બનવા ઉશ્કેરે છે....જેમાં મન એ કૃષ્ણ નું પાત્ર ભજવે છે અને સમજાવે છે આમાં ખોટું પણ શું છે...ચાલ જિંદગી જીવી લઈએ...ફરીથી...એમાં કોઈ એ પ્રેમ થી જોયેલી નજરો નો સામનો થાય ત્યારે અંદર એક ગીતા લખાઈ જાય છે....અને જિંદગી માં એક મસ્તી છવાઈ જાય છે....ફરીથી મન માંકડું બની ઉછલ કુદ માં લાગી જાય છે...ખરે ખર આ અનુભવ અતુલ્ય અને આહલાદક હોય છે.....ફરીથી અંદર થી જીવંત થવા ની પ્રક્રિયા ખરેખર પ્રેમ થી ભરી દે છે....આ ને પશ્ચિમ માં સેકન્ડ ઇનિંગ પણ કહે છે કારણ કે 18 વર્ષે સમજણ ન હોય પણ 38/40 વર્ષે સમજણ નો પણ સાથ હોય આ ઉમર ના દરેક લોકો ને સેકન્ડ ઇનિંગ ફોર ઇનર ન્યુ લાઈફ નો પ્રયોગ ચોક્કસ કરવો જોઈએ.