Gujarati Quote in Blog by Anmol Bhavesh

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઝાંઝર
તારું નામ તો નથી ખબર એટલે તને ક્યાં નામ થી બોલાવીને સંબોધું એ પણ નથી ખબર એટલે મેં તને મારું નામ આપ્યું છે,હું તને “ઝાંઝર”કહીને બોલાવું તો તને ગમશે?કારણ કે તારા ચૂડીદાર સલવાર કમીઝ ની વચ્ચે રણકતી પાતળી એક ઘૂઘરી વાળી તારી “ઝાંઝર” મને બહુ જ ગમે છે.

પ્રિય ઝાંઝર.....
તારા ચુડીદારમાં ફસાયેલી એ ઝાંઝરને કાઢવાની કોશિશમાં જયારે તું અડધી કમરે અને એક પગે નમી હતી ત્યારે તારી ને મારી નજરો એકબીજાને મળી હતી અને બસ ત્યારથી તારી આ ઝાંઝર રોજ મારા કાન માં રણક્યા કરે છે....
હું તને ઓળખું છું,પણ તું મને નથી ઓળખતી..પણ ડોન્ટવરી...હું ડરર નો શાહરુખખાન બિલકુલ નથી અને આમ પણ ઝ...ઝ....ઝ...ઝાંઝર કહીને બોલવું એ ફની લાગે છે નહિ?? હું સતત તારી આસ પાસ હોવા માંગું છું એટલે તારાથી દસ ફૂટના એરિયામાં જ હોવ છું..પરબ પર તને પાણી પીતી જોઇને હું પલળી જાવ છું..અને એક ખાસ વાત કહું??પેલા પીળા ચુડીદારમાં તું ખુબજ સુંદર લાગે છે..ચાહતો હતો તને મૂંગો મૂંગો પ્રેમ કરી શકતો તો પણ થયું કે તને કહેવું જોયે એટલે આ પત્ર લખ્યોછે...હવે આ પ્રસ્તાવ કે પ્રપોઝલ નથી હો......અનમોલ.....
ગોહિલ ભાવેશ જે.સલડી,લીલીયામોટા,અમરેલી.૯૭૨૪૬૨૫૧૧૦
(કાલ્પનિક કાગળો પર વાસ્તવિક હક્કીક્ત-અનમોલ)

Gujarati Blog by Anmol Bhavesh : 111115824
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now