બે પગા બાળકે પૂછ્યું મા ને-
સિંહ શિયાળ ના જંગલમાં;
સ્કૂલ ક્યાં, બજાર ક્યાં, પૈસાની બેંક ક્યાં,
મંદિર ક્યાં, દવાખાનું ક્યાં, બસ સ્ટેશન ક્યાં,
રેલ્વે સ્ટેશન ક્યાં, એરપોર્ટ ક્યાં, પોલીસ સ્ટેશન ક્યાં,
વિધાનસભા ક્યાં, લોકસભા ક્યાં, કોર્ટ ક્યાં, .......
મા એ કહ્યું - નથી કશું ત્યાં આ બધું, છે ફક્ત
દીધેલું પ્રભુ કેરું.
પૂછ્યું બાળકે - તો પછી કેમ દેખાય છે માહ્યલો
ખુશ કાયમ તે સૌ નો?