તું લખે એ જ સાચ્ચું, તું કહે એ જ સાચ્ચું બેટા,
પણ તારા કાલાઘેલા લીટા ને વાંચુ તો વાંચુ કેવી રીતે??
હોય કાગળ, નોટબુક કે બિલ તારા માટે બધું જ એકસમાન,
ટાઇલ્સ હોય કે ચાદર બધું એ તારા ટેરવા થી છાપે તું...
ભીંતો ના બદલાય રંગ રૂપ તારા ટેરવાથી,
જો 'ના' પડાય તો આભ નીચે આવે તારા આંખ ના સંગીત થી...
તારી ABCD માં કક્કો શીખવાડવાની ટેવ મારી,
જોવું તો કક્કો માં દેખાય નકરા ગોટાળો...
તારા એ ટેરવાથી શીખવે તું મને સ્કૂલ ની રીત,
કહે 'હું સ્કૂલે જાઉં છું તું નહીં મમ્મી, ચાલુ શીખવું તને ABCD, દેખ મારી આંગળીને તું '...
તું જ તારા ટેરવેથી અલગ પડે માતૃભાષા આપણી,
અને કહે 'જો લખાય આમ'...
ભણતર ઓછું પડ્યું આ આંખને,
તારા કાલાઘેલા લીટા સમજવા તો સમજવા કેવી રીતે???