મન મંદિર... (મન નો પ્રિયતમા સાથે વાર્તાલાપ) 
મન... 
એક વાર એ વિહ્વળતામાં ગળે તું મારા લાગી હતી, 
એની જ યાદ આજે આ દિવસે મને આવી હતી.! 
મંદિર... 
તારા હુફાળા આલિંગનમાં હું ત્યારે સમાઈ હતી,
પછી મારી દુનિયા મને એમાં જ જણાઈ હતી.!
મન... 
આ જ જાણે આપણી અનોખી પ્રીત મને લાગી હતી, 
એટલેજ આ જીવનમાં બસ તુંજ એક મેં માગી હતી.! 
મંદિર... 
પ્રભુ એ પણ સુની મારી મનની આ અરજ હતી,
એટલેજ મારા જીવનમાં તારી હાજરી આપી હતી.!
*****
સદા ખુશ રહો... 
સદા જીવંત રહો... 
જય શ્રી કૃષ્ણ...