*પહેલું પહેલું મંગલિયું વરતાય રે ,*
પહેલે મંગલ વોટ્સઅપે સૂર્યોદય થાય રે ...
પહેલે મંગલ ગુડ મોર્નિગ ની પોસ્ટો મુકાય રે
ભેગાભેગી ઉંચી શીખામણો અપાય રે.
*બીજું બીજું મંગલિયું વરતાય રે ,*
બીજે મંગલ વોટ્સઅપે આફ્ટરનુન થાય રે ...
બીજે મંગલ આવેલો માલ FORWARD કરાય રે ...
*ત્રીજૂં ત્રીજું મંગલિયું વરતાય રે ,*
ત્રીજે મંગલ વોટ્સઅપે ગુડ ઈવનિંગ થાય રે ...
ત્રીજે મંગળ મોદીના ગુણગાન ગવાય રે....
*ચોથે ચોથું મંગલિયું વરતાય રે ,*
ચોથે મંગલ વોટ્સઅપે ચાંદ દેખાય રે...
થોડા થોડા રંગીન મેસેજ મુકાય રે...
છેલ્લે સૌને જગાડીને ગુડનાઈટ કહેવાય રે...
આમ અમારો દિવસ પૂરો થાય રે,
બીજે દિવસે આની આ કથા દોહરાય રે...
માંડવડે રૂડા મંગળીયા વરતાય રે
????