હજીયે યાદ છે મને...
કોફી હાઉસની અળખામણી બનેલી સાંજ, એ આપણી છેલ્લી મુલાકાત...
શબ્દોથી ઓછી ને આંખોથી વધુ થયેલી વાત, એ આપણો છેલ્લો વાર્તાલાપ...
એક કપમાંથી પીધેલી આપણે કોફી હતી ખાસ, એ છેલ્લો ભાગ પડાવ્યાની ખુશીની સોગાત...
એકબીજાના હાથમાં હતો હાથ, એ જ બની રહ્યો આપણો છેલ્લો સહવાસ...
જુદાઈનો હવે આવવાનો હતો દુઃખદ કાળ,
એ આપણા છેલ્લા સપના તૂટયાંની વાત...
હજી એ યાદ છે મને...
એ "તું" માંથી "તમે" થયાની વેળા, એ છેલ્લી વાર મળીને અજનબી બન્યા ની સાંજ...
This is winning poem in Gujarati Rasdhara Spardha...