આજે ભગવા, સફેદ ને લીલા રંગની વાતો છોડો ,
આજે ગણતંત્ર દિવસ તિરંગા સાથે જાતને જોડો
ખરીદી આવ તિરંગો ને ચાલ બોલીએ જય હિંદ
કાયમ નવજવાન કહેવાતો, બન આજે "જવાન"
ફરકાવી તિરંગો અને પોતાની જાતનું તું લે ગૌરવ
લખાયું સંવિધાન પાવન ફેર શું પડ્યો કહો જરા ?
પેટિયું રળે છે તિરંગા વેંચીને દેશનાં નાનાં ભૂલકાં
સત્તાધારી ખુરશી પર બેસી કરે છે ખાલી ઐશ
પ્રજા તો ઠેરની ઠેર,આ લોકતંત્ર કે પછી જડતંત્ર?
જાતિવાદનાં લીપણે , ટાઢે કાંપતું જન ગણ મન !!
~Damyanti Ashani