'બસ હવે આ પાંચેક જંડા જ વેચાઇ જાય તો મારી બિમાર બાની દવા આવી જશે..!' મનોમન વિચાર કરતો આઠેક વર્ષનો બાળક ટ્રાફીકથી ખીચોખીચ ભરેલા રોડ પર હાથમાં કેટલાંક રાષ્ટ્રધ્વજ લઇ પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ દોડતો નીકળી ગયો..!
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી...)