તેનુ ફક્ત નામ જ નરસૈયો ન હતુ..
તેં કરમે અને ધર્મે પણ નરસિંહ મહેતા જેવા જ હતાં.
ભલી તેની ખેતી અને ભલી પ્રભુ ભક્તિ તેથી જ ગામ લોકો તેને નરસિહ પટેલ ને બદલે નરસિહ ભગત કહેતાં...
વાવણી નું કામ પતાવી ને એક દિવસ નરસિહ ભગત બાજુ નાં ગામ પરણાવેલી દિકરી ને મળવા ગયા. સાંજે વાળું પતાવી ને ભગત ઓસરી મા ભજન ગાવા બેઠાં દિકરી, જમાઈ,વેવાઈ,વેવાણ બધા સામે બેઠા.
છેલ્લે જય શ્રી કૃષ્ણ કહી ને ભગતે પથારી મા લંબાવ્યું.
વહેલી સવારે આદત મુજબ ભગત વહેલા ઉઠી ગયા.પ્રાત: ક્રીયા પતાવી ને ફળયા માં આવેલી ચોકડી મા નહાવા બેઠા.દિકરી આવી ને ગરમ પાણી નું તપેલું મુકી ગઇ.
કૃષ્ણ કૃષ્ણ બોલતાં નરસિહ ભગતે પાણી માં હાથ નાંખ્યો.. પાણી બહુ જ ગરમ હતુ નાહી ન શકાય તેવું. ભગતે કહ્યુ બેટા ઠંડુ પાણી આપજો ને આ બહું જ ગરમ છે.
ત્યાં તૌ વેંવાણ બોલ્યાં.. ભગત તમારે તૌ ભગવાન હાજરા હજુર છે.તેને કહો વરસાદ વરસાવી ને ઠંડુ પાણી મોકલે...
બાપ-દીકરી બન્ને એક બીજાં ની સામે જોઇ જ રહ્યાં..દીકરી થી બાપ નું અપમાન સહન ન થયુ પણ શુ કરે ? ભગત નો આત્મા કકળી ઉઠયો.. પ્રભુ.. પ્રભુ.. યુગે યુગે તારા ભકત ની આવી કસોટી કેમ? કેમ?
ઉપર આકાશ મા જોઇ ને આંખ માંથી આસું દડવા માંડયા. એટલા મા તો ભગત નાં આંસુ ધોવા આવ્યો હોય તેમ વરસાદ વરસવા લાગ્યો.. બધાં જોઇ જ રહયા.. ભગત ની આંખ માંથી ખુશી નાં આંસુ સરવા માંડ્યા.. રાધે ગોવિંદ રાધે ગોવિંદ બોલતાં ભગત નહાવા માંડ્યા....
...........................................................................સર.. અરોરા સ્પિકીગ.. આપણાં આયોજન મુજબ નિર્ધારિત એરિયા માં કૃત્રિમ વરસાદ નો કાર્યક્રમ સફળતા પૂર્વક પાર પડયો છે.. અભિનંદન સર...